કોરોના: મહારાષ્ટ્રમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 63 થઈ, દેશમાં જાણો શું છે સ્થિતિ
ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 258 કેસ સામે આવ્યાં છે. જેમાંથી 39 વિદેશી છે. ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કુલ 52 નવા કેસ નોંધાયા છે.
Trending Photos
નવી દિલ્હી: ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં કુલ 271 કેસ સામે આવ્યાં છે. જેમાંથી 39 વિદેશી છે. ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કુલ 52 નવા કેસ નોંધાયા છે. જો કે રાહતના સમાચાર એ છે કે આ વાયરસના ભરડામાં આવેલા 23 લોકો સારવાર બાદ એકદમ સ્વસ્થ પણ થઈ ગયા છે. જ્યારે ચાર લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્ર, કેરળ અને દિલ્હી છે. આંકડાની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 63 કેસ, કેરળમાં 33 જ્યારે દિલ્હીમાં 25 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યાં છે.
સમગ્ર દુનિયામાં અત્યાર સુધી કોરોના વાયરસના 2,75,784 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જેમાંથી 11,397 લોકોના મોત થયા છે. ચીનથી પેદા થયેલા આ વાયરસે અત્યાર સુધીમાં સમગ્ર દુનિયામાં મહામારીનું સ્વરૂપ લઈ લીધુ છે. જ્યારે ચીન બાદ ઈટાલીમાં તો તબાહી મચી ગઈ છે. કોરોના વાયરસના મોતના મામલે ઈટાલી ચીન કરતા પણ આગળ નીકળી ગયું છે. કોરોનાથી ઈટાલીમાં અત્યાર સુધીમાં 4032 લોકોના મોત થયા છે. આ મામલે ચીન પછી ત્રીજો નંબર ઈરાનનો છે. ત્યાં અત્યાર સુધીમાં 1433 લોકોના કોરોનાથી મોત થયા છે.
Please follow ICMR (Indian Council of Medical Research) guidelines on #COVID19 testing: Asymptomatic direct and high-risk contacts of a confirmed case should be tested once between day 5 and day 14 of coming in his/her contact. #Coronavirus pic.twitter.com/6gQ2PQGbee
— ANI (@ANI) March 21, 2020
ICMR એટલે કે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈનનું પાલન કરવાની લોકોને અપીલ કરવામાં આવી છે. આ ગાઈડલાઈનમાં કોરોના વાયરસથી બચવાની જાણકારી અપાઈ છે.
જુઓ LIVE TV
જમ્મુ અને કાશ્મીરમાં પ્રશાસને શ્રીનગરમાં તમામ દુકાનો બંધ કરાવી દીધી છે. પ્રદેશમાં કોરોનાના ચાર કેસ સામે આવ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે